નવમી નવેમ્બરે થયેલી આ ધરપકડ યુનાઇટેડ સ્ટેટ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી અને મોમ્બાસા પોલીસના સંયુક્ત ઓપરેશનનું પરિણામ છે. આ અભિયાનમાં હવે એફબીઆઈ પણ જોડાઈ છે અને કેસની તપાસ ત્રણ મહાદ્વીપ સુધી વિસ્તરી છે.
આ કેસમાં જેમની ધરપકડ કરાઇ છે તેમાં સૌથી મોટું નામ બકતાશ અકાશાનું છે, જે કેન્યાનો સૌથી કુખ્યાત ડ્રગ માફિયા ગણાય છે. આ સાથે જ, માર્યા ગયેલા ડ્રગ તસ્કર ઇબ્રાહીમ અકાશાના દીકરાની પણ ધરપકડ કરાઇ છે. કોર્ટે મમતા કુલકર્ણીના પતિ વિક્કી ગોસ્વામીને બકતાશ અકાશાનો સહયોગી ગણાવ્યો છે. બકતાશના ભાઈ ઇબ્રાહીમની પણ પાકિસ્તાની નાગરિક ગુલામ હુસેન સાથે ધરપકડ કરાઇ છે. આ કેસને કેન્યાના સૌથી મોટા ડ્રગ્સ હેરાફેરીના પર્દાફાશ તરીકે નિહાળવામાં આવે છે. આ ચારેય વિરુદ્ધ કેન્યા અને અમેરિકા વચ્ચે થઈ રહેલી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવણીનો આરોપ છે.