કોઇ વૃક્ષની ડાળીઓ પર લટકતા આ વાંદરાના મુખૌટા નથી, પરંતુ વાંદરાના ચહેરા જેવો આકાર ધરાવતા દુર્લભ ઓર્કિડ છે. કેટલાક લોકોને જોકે આવા ફૂલનું અસ્તિત્વ હોવાની વાત માનવામાં આવશે નહીં, પરંતુ હકીકત એ છે કે દક્ષિણ અમેરિકી દેશો ઇક્વાડોર અને પેરુના ઉષ્ણકટિબંધીય પર્વતીય જંગલોમાં આ ફૂલો મોટી સંખ્યામાં જોવા મળે છે. ડ્રેકુલા ઓર્કિડની 120 પ્રજાતિઓમાંથી મોટા ભાગની ઇક્વાડોર અને પેરુમાં જોવા મળે છે. અને તેમાં પણ ડ્રેકુલા સિમિયા બહુચર્ચિત છે. ડ્રેકુલા સિમિયાની મોટા ભાગની પ્રજાતિઓમાં ફૂલ આવવાની કોઇ ચોક્કસ મોસમ નથી હોતી અને તે વર્ષમાં કોઇ પણ સમયે ખીલી ઉઠે છે.