સિડનીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓસ્ટ્રેલિયા-ભારત બિઝનેસ કાઉન્સિલના કાર્યક્રમ દરમિયાન ૨૨મીએ ક્રિકેટના સિદ્ધાંતોને રોકાણ માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયાના રોકાણકારોને કહ્યું કે તે તેમના ક્રિકેટરોથી લાંબી ઇનિંગ રમવાનું શીખે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ક્રિકેટ જીવન અને બિઝનેસ માટે એક ઉપમા છે. જે ઓસ્ટ્રેલિયન ભારતમાં રોકાણ કરવા માગે છે. તેમણે ક્રિકેટરોની રીત અપનાવવી જોઈએ. ભારતમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સૌથી સફળ રહ્યા જેમણે ધૈર્ય જાળવ્યું. લાંબી ઇનિંગ માટે સેટલ થયા. ભાગીદારી આગળ વધારી અને સ્પિનમાં ફસાયા નહીં. ભારત આવો પિચ તૈયાર છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ કરાર
• દિવ્યાંગોને સેવાઓ ઉપલબ્ધ કરાવવી, અસમર્થ ક્ષેત્રમાં સહયોગ
• દ્વિપક્ષીય રોકાણને વધારવું
• વિજ્ઞાન સહયોગી અને ઈનોવેશનને પ્રોત્સાહન
• એગ્રીકલ્ચર રિસર્ચ અને એજ્યુકેશનમાં સહયોગ માટે
• ઇન્દ્રપ્રસ્થ ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી અને ક્વિન્સલેન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટી બ્રિસબેન વચ્ચે સંયુક્ત પીએચડી માટે કરાર