તાઇપેઈઃ તાઇવાનમાં છઠ્ઠીએ સવારે આવેલા ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મૃત્યુ થયા હતા. ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ હતી. તેનું કેન્દ્ર તેનાનથી ૪૮ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં જમીનની નીચે ૧૬.૭ કિલોમીટર પર સ્થિત હતું. આ ઊંડાઈ ઘણી ઓછી હોવાથી ભૂકંપની અસર ૩૦૦ કિમી દૂર આવેલી દેશની રાજધાની તાઇપેઈ સુધી અનુભવાઈ હતી. ભૂકંપને કારણે અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે અને ભારે નુકસાન પણ થયું છે. તાઇવાન ડિઝાસ્ટર રિસ્પોન્સ સેન્ટર અનુસાર, ૩૫૦ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.