તાઇપેઇઃ તાઈવાનમાં બે દિવસ ભૂકંપના ત્રણ શક્તિશાળી આંચકા આવતા ધરા ધ્રૂજી હતી અને અનેક ઇમારતો પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી. કેટલાંક મકાનો ઝૂકી ગયાં હતાં. રસ્તાઓ અને પુલો તૂટી ગયા હતા આને કારે લાકો લોકોને સલામત સ્થળે ખસેડાવામાં આવ્યા છે. કેટલાક સ્થળે પડી ગયેલા મકાનોની નીચે કેટલાક લોકો દટાયાં હોવાનાં અહેવાલો છે. ભૂકંપની તીવ્રતા જોતા કેટલાક લોકોનાં મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. તાઈવાનમાં 17 સપ્ટેમ્બરે રાત્રે 6.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ પછી 18 સપ્ટેમ્બરે સવારે 6.8 અને બપોરે 7.2ની તીવ્રતાનાં આંચકા આવ્યા હતા. 24 કલાકમાં ત્યાં નાના-મોટા 47 આંચકાથી ધરતી ધ્રૂજી હોવાનાં અહેવાલો છે.
તાઈવાનમાં ભૂકંપને પગલે તાઈવાન તેમજ જાપાન દ્વારા સુનામી એલર્ટ જાહેર કરાયું છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાઈતૂંગ કાઉન્ટીમાં 10 કિ.મી. પેટાળમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુએસ ભૂકંપ સેન્ટર દ્વારા તેની તીવ્રતા 7.2થી ઘટાડીને 6.9 કરાઈ હતી. તાઈવાનનાં સીનિક ચીક તેમજ લિઉશિશિ સાઉન્ટેઈન વિસ્તારોમાં 600 લોકો ફસાયા છે. બ્લોક થયેલા રસ્તાઓને ખોલવા પ્રયાસો કરાઈ રહ્યા છે.