તાઈવાનના સિન્ચુ શહેરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એક બહુ જ વિચિત્ર ઘટના બની હતી. એક વિરાટ પતંગની પૂંછડી પતંગોત્સવ જોવા આવેલી ત્રણ વર્ષની બાળકીના શરીરને ફરતે વિંટળાઈ ગઈ હતી અને આ સમયે જ હવાએ જોર પકડતાં પતંગની સાથે સાથે બાળકી પણ હવામાં ઊંચકાઈ ગઇ હતી. તીવ્ર પવનને કારણે પતંગ તોફાને ચડતાં બાળકી પણ હવામાં ઊંચે ચડી હતી. જોકે, કુદરતી રીતે જ તેણે પતંગની પૂંછડી પકડી રાખતાં તે પડી નહોતી. આશરે ૩૦ સેકન્ડના દિલધડક ઘટનાક્રમ બાદ પતંગને નીચે ઉતારાયો હતો અને ત્યાં ઊભેલા લોકોએ બાળકીને ઝીલી લેતાં તેનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. બાળકીના ચહેરા અને ગરદનના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. તાઈવાન સરકારે આ ઘટના બાદ તત્કાળ પતંગોત્સવ પડતો મૂક્યો હતો. આ ઘટનાક્રમનો વીડિયો બહુ વાઇરલ થયો હતો, તમે પણ આ વેબલિન્ક https://bit.ly/3lzaiGj દ્વારા ઘટનાક્રમ નિહાળી શકો છો.