નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ યુરોપિયન એવિયેશન કંપની એરબસ અને અમેરિકી કંપની બોઇંગ સાથે કરેલા ડીલનું કદ વધી રહ્યું છે. અત્યાર સુધી એ જ વાત સામે આવી હતી કે એર ઇન્ડિયાએ એરબસ પાસેથી 250 અને બોઇંગ પાસેથી 220 વિમાન ખરીદવાની ડીલ કરી છે. જોકે હવે એર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઓફિસર (સીસીટીઓ) નિપુણ અગ્રવાલે કહ્યું છે કે 470 વિમાનના ઓર્ડરની સાથે એરલાઇનની પાસે ઉત્પાદકોની પાસેથી વધુ 370 વિમાનની ખરીદીના વિકલ્પ છે. આ રીતે આ ડીલ 840 વિમાન માટે છે. આગામી એક દાયકામાં એરબસ તેમજ બોઇંગ પાસેથી વધારાના વિમાનની ખરીદીની સંભાવના છે.
અગ્રવાલે જણાવ્યું કે અમે સીએફએમ ઇન્ટરનેશનલ, રોલ્સ રોયલ તેમજ જીઇ એરોસ્પેસ સાથે મેન્ટેનન્સ માટે લાંબા વિમાનોની ડિલિવરી ક્યારથી શરૂ થશે તે અંગે એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી નથી. જોકે એરબસે કહ્યું કે A-350 વિમાનોની ડિલિવરી આ વર્ષથી જ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, A-321 નિયમોની ડિલવરી ત્રણ વર્ષ બાદ 2026થી શરૂ થઇ શકે છે.