ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે ખૈબર પ્રાંતમાં તોડી પડાયેલા સદીઓ જૂના હિંદુ મંદિરના સમારકામનો આદેશ ૯મીએ આપ્યો છે. આ કામ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે તે પણ જણાવવા કોર્ટે સરકારને આદેશ આપ્યો છે. તેરી ગામમાં આવેલા આ ઐતિહાસિક મંદિર પર જમાત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટીના કટ્ટરવાદી ટોળાએ ડિસેમ્બર, ૨૦૨૦માં હુમલો કર્યો હતો અને મંદિરની અંદર ઘૂસીને જે હાથમાં આવ્યું તેની તોડફોડ કરી હતી.