બિજીંગઃ તિબેટ અને નેપાળ વચ્ચે ચીન ૫૪૦ કિલોમીટર લાંબી હાઇસ્પીડ ટ્રેન માટે લાઇન બિછાવવા ઇચ્છે છે. આ રેલવે લાઇનની ટનલ માઉન્ટ એવરેસ્ટમાંથી પસાર થશે. આ એક એવું પગલું છે જેનાથી ભારતે ચેતવા જેવું છે. પડોશી દેશ પર વધી રહેલી સામ્યવાદીઓની પકડ લાંબે ગાળે ભારત માટે જોખમી નીવડી શકે છે.
અત્યારે ચીનના કિવંઘાઇથી તિબેટ સુધી તો ચીને રેલવે લાઇન બિછાવેલી છે. હવે તે આ રેલવેલાઇન દ્વારા નેપાળના કોઇ વિસ્તારને આવરી લેશે. ચીને દાવો કર્યો છે કે આનાથી બન્ને દેશોના વ્યાપાર અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. આ રેલ્વેલાઇન વર્ષ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઇ જશે. તિબેટના પાટનગર લ્હાસાને બાકીના ચીન સાથે જોડતી રેલવેલાઇન બિછાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. જોકે ચાઇનીઝ એકેડેમી ઓફ એન્જિન્યરીંગના એક નિષ્ણાંત વાંગ મેંગશુએ કહ્યું હતું કે આ માર્ગ બિછાવવાનું ચાલુ કર્યા બાદ ઇજનેરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ચીના અખબારમાં દાવો કરાયો છે કે, જો આ યોજના એકવાર સાકાર થાય તો માઉન્ટ એવરેસ્ટ નીચેથી ટનલ કાઢવાનું કામ ઇજનેરો માટે પડકારરૂપ બની રહેશે.