થાઇલેન્ડને 900 વર્ષ જૂની શિવ પ્રતિમા પરત કરતું યુએસ

Friday 31st May 2024 10:23 EDT
 
 

થાઈલેન્ડમાંથી ચોરી કરાયેલા 900 વર્ષ પ્રાચીન શિલ્પ અમેરિકાએ પરત કર્યા છે. આ ચોરી કરેલા શિલ્પોને ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં ત્રણ દાયકા સુધી રાખવામાં આવ્યા હતા. પરત મળેલા શિલ્પમાં એક શિલ્પ ખાસ છે. ભગવાન શિવની ચાર ફૂટની આ પ્રતિમાને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 50 કરતાં વધુ વર્ષ પહેલા આ શિલ્પ પ્રસત બાન યાંગ ખંડેરોમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન કંબોડિયન સરહદ નજીકથી મળી આવ્યા હતા. આ સિવાય થાઈલેન્ડને એક મહિલાનું બ્રોન્ઝનું બનેલું 43 સેન્ટિમીટરનું શિલ્પ પણ પરત મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter