થાઇલેન્ડમાં વિશ્વનું સૌથી મોટું ઓપન-એર મ્યુઝિયમ

Wednesday 11th September 2024 06:07 EDT
 
 

થાઈલેન્ડમાં વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ મુઆંગ બોરાન આવેલું છે. આ મ્યુઝિયમમાં થાઈ આર્કિટેક્ચરના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાચીન અવશેષોના અનેક નમૂનાઓ અને પ્રખ્યાત સ્મારકોની પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ મ્યુઝિયમ અંદાજે 300 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ એરિયાની સરખામણી કરવી હોય તો કહી શકાય કે આ મ્યુઝિયમ એટલું મોટું છે કે તેમાં 250થી વધુ ફૂટબોલ મેદાન બનાવી શકાય એમ છે. આ મ્યુઝિયમ 116 પ્રતિમાઓથી છવાયેલું છે. અહીંની સૌથી પ્રસિદ્ધ પ્રતિમા છે 250 ટન તોતિંગ વજનનો ત્રણ માથાવાળો હાથી. આ પાર્ક 1972માં લેક વિરિયાફાન નેકિયા દ્વારા બનાવાયો હતો, જેઓ એક ખૂબ જ ધનવાન અને કલાપ્રેમી ઉદ્યોગપતિ છે. તેમનો ઈરાદો કેટલાંક સૌથી પરંપરાગત થાઈ ઈમારતોનાં લઘુચિત્રોથી ઘેરાયેલો ગોલ્ફ કોર્સ બનાવવાનો હતો. બાદમાં એક એવું સ્થાન વિકસાવ્યું જે રાષ્ટ્રની કલાત્મક-સાંસ્કૃતિક સ્મૃતિને જાળવી રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter