બેંકોકઃ થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદલ્યાદેજનું ૧૩મી ઓગસ્ટે ૮૮ વર્ષની વયે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું હતું. પેલેસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૯૪૬માં રાજગાદી પર બિરાજમાન થયા પછી રાજાએ સતત સાત દાયકા સુધી શાસન સંભાળ્યું હતું. થાઇલેન્ડની ચડતી અને પડતીમાં તેમને જ સ્થિર પિલર માનવામાં આવતા હતા. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ બીમાર હતા. તેમના પુત્ર અને ૬૩ વર્ષના ક્રાઉન પ્રિન્સ મહાવજિર લોંગકોર્ન થાઇલેન્ડના નવા રાજા બનશે. સંસદની ખાસ બેઠક મળે તેવી પણ સંભાવના છે.