યુએનના તાજેતરના અહેવાલ પ્રમાણે દ. આફ્રિકાના ૪૫ મિલિયન એટલે કે ૪.૫ કરોડ લોકોને દુષ્કાળ, પૂર અને આર્થિક મુશ્કેલીઓના લીધે ખાદ્ય ચીજ વસ્તુઓની તાત્કાલિક સહાયની જરૂર છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના પ્રદેશ નિયામક લોલા કાસ્ટ્રોના કહેવા પ્રમાણે દ. આફ્રિકામાં અભૂતપૂર્વ ખોરાક સંકટ સર્જાયું છે અને સ્થિતિ હજુ ખરાબ થવાની સંભાવનાઓ છે.