બીજિંગઃ અમેરિકા અને ચીને દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં પોતાના હથિયારો વધાર્યાં છે. અમેરિકાએ અહીં બી-૨ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે અને ચીને એચ-૬ જે વિમાનો ખડક્યા હોવાના અહેવાલ ૧૩મી ઓગસ્ટે હતા. આ પછી ૧૫મી ઓગસ્ટે અહેવાલ હતા કે, ચીને પોતાની સેનાને આદેશ આપ્યો છે કે ચીનનું નૌકાદળ દક્ષિણ ચીન સમુદ્રમાં એવું પગલું ન ભરે કે જેનાથી આ ક્ષેત્રમાં તણાવ પેદા થાય. ચીને પોતાની સેનાને પ્રથમ ગોળી ન ચલાવવાનો પણ આદેશ પણ આપ્યો હોવાના સમાચાર છે. હકીકતે ચીન આ વિસ્તારના ફિલિપિન્સ અને તાઇવાન જેવા નાના ટાપુને ધમકાવવાની સાથે કેટલાક નવા ટાપુઓ પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું જોકે અમેરિકાએ અહીં બોમ્બર વિમાનો ખડકી દેતાં યુદ્વ ઢીલું પડ્યું છે.
હુઆવેઈ પર પ્રતિબંધ
આ ઉપરાંત અમેરિકન સરકારના કોમર્સ વિભાગે ચીની કંપની હુઆવેઈ પર નવા પ્રતિબંધો મૂકી દીધા છે. નવા નોટિફિકેશન પ્રમાણે હવે કંપની જૂના સ્માર્ટફોનમાં અપડેટ આપી શકશે નહીં.