નવી દિલ્હી: નેશલન ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ખુલાસો કર્યો છે કે અંડરવર્લ્ડ ડોન અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમે ભારતને નિશાન બનાવવા માટે એક વિશેષ યુનિટની રચના કરી છે. તપાસ એજન્સી અનુસાર હિટલિસ્ટમાં ઘણા રાજનેતાઓ અને પ્રસિદ્ધ વેપારીઓના નામ સામેલ છે. અહેવાલ અનુસાર એફઆઈઆરથી જાણવા મળે છે કે દાઉદ ઈબ્રાહીમ પોતાની સ્પેશિયલ યુનિટ સાથે દેશના વિવિધ વિસ્તારોમાં હિંસા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વિસ્ફોટક અને ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને દેશ પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યો હતો. તે સિવાય દાઉદનું ફોક્સ દિલ્હી અને મુંબઈ પર છે. ઇડીએ તાજેતરમાં જ દાઉદ અને તેના સહયોગીઓ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે બંડોળ પુરું પાડવામાં સંડોવણી બદલ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ઇડી દાઉદના ભાઈ કાસકર, તેના સહયોગીઓ અને ગેંગના સભ્યોની પૂછપરછ કરશે.
ઇડીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૧૭માં એક બિલ્ડરની ફરિયાદ પર ઇકબાલ કાસકર, મુમતાઝ એઝાઝ શેખ, ઇસરાર જમીલ સૈયદ અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ ખંડણીનો ગનો દાખલ કરાયો હતો. બિલ્ડરે ફરિયાદમાં કહ્યું હતું કે ઇકબાલ કાસકર અને અન્ય લોકોએ તેની પાસે ખંડણી માગી હતી. ૨૦૧૫માં બિલ્ડરની એક દલાલે સૈયદ સાથે મુલાકાત કરી હતી. જેણે કહ્યું હતું કે તે દાઉદનો ભાઈ છે તેણે ઇકબાલની બિલ્ડર સાથે વાત કરાવી હતી અને ધમકી આપી હતી.