દીવાલ બનાવવા દેશમાં કટોકટી લાદીશઃ ટ્રમ્પ

Thursday 10th January 2019 01:57 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોંગ્રેસની મંજૂરી વિના મેક્સિકો સરહદે દીવાલ બનાવવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. તેઓ અમેરિકી સરકારનું કામકાજ એક વર્ષ કે તેનાથી પણ વધુ સમય માટે ઠપ્પ રાખવા પણ તૈયાર છે. મીડિયા રિપોર્ટસ મુજબ વિપક્ષી ડેમોક્રેટ સભ્યો સાથે પાંચમીએ બેઠકમાં ટ્રમ્પે આ ચેતવણી આપી.

બેઠક બાદ ડેમોક્રેટસે મીડિયાને આ વાત જણાવી. ત્યાર બાદ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પત્રકારો સાથે ચર્ચામાં તેની પુષ્ટિ પણ કરી. તેમણે કહ્યું, હા, હું એવું બોલ્યો. મને નથી લાગતું કે તેવું થશે પણ હું તૈયાર છું. બેઠકમાં હાજર રહેલા ગૃહનાં અધ્યક્ષ નેન્સી પેલોસીએ પણ સરકારનું કામ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter