નવી દિલ્હીઃ ભારત અને દુનિયાના અન્ય દેશોમાં આવકમાં અસમાનતા ઘટવાની જગ્યાએ વધી છે. એક સર્વેક્ષણ અનુસાર દુનિયાના ૬૨ સૌથી અમીર લોકો પાસે દુનિયાભરના ગરીબોની ૫૦ ટકા વસ્તી જેટલી સંપત્તિ છે. ખાસ બાબતે એ છે કે આ ૬૨ માલેતુજારોમાંથી મહિલાઓની સંખ્યા માત્ર ૯ છે. ૨૦૧૦થી આ અમીરોની સંપત્તિ આશરે ૫૦૦ અબજ ડોલર વધીને ૧૭૬૦ થઈ ગઈ છે.
એક આંતરરાષ્ટ્રીય સંસ્થઆના અહેવાલ મુજબ દુનિયાના ૬૨ અમીર લોકોની પાસે જેટલી સંપત્તિ છે, તેટલી આ દુનિયાના અડધા લોકો પાસે છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૧૦થી અત્યાર સુધી અમીર વધુ અમીર થતા રહ્યા જ્યારે ગરીબ વધારે ગરીબ થતા રહ્યા છે. આ રિપોર્ટ ઓક્સફેમ ઇન્ટરનેશનલ તરફથી તૈયાર કરાયો છે. ઓક્સફેમે આ એન ઈકોનોમી ફોર ધ ૧% નામથી આ રિપોર્ટ રજૂ કર્યો છે. આ સંસ્થાના રિપોર્ટ મુજબ, ૬૨ સૌથી અમીર લોકોની સંપત્તિ વર્ષ ૨૦૧૦થી લઈને અત્યાર સુધી ૪૪ ટકા સુધી વધી ગઈ, જ્યારે દુનિયાના ૩૫ કરોડ ગરીબોની પાસે ધનમાં ૪૧ ટકાનો ઘટાડો થયો છે.
ઓક્સફેમે સ્વિટ્ઝર્લૅન્ડના ડેવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક મિટિંગમાં આ રિપોર્ટ રજૂ કર્યો છે.