દુનિયાનો સૌથી ઠીંગણો માણસ

Monday 19th June 2023 05:35 EDT
 
 

અંકારા: તૂર્કિયેનો સુલતાન કોશન સૌથી ઊંચા માણસ તરીકે ખિતાબ ધરાવે છે. તેમની ઊંચાઈ 8 ફૂટ 3 ઈંચ છે. તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી ઠીંગણી વ્યક્તિ કોણ છે? વિશ્વનો સૌથી ઠીંગણો માણસ ઈરાનમાં રહે છે. તેનું નામ અફશીન ઈસ્માઈલ ગદરઝાદેહ છે. તેમની ઊંચાઈ એટલી ઓછી છે કે તેઓ તરબૂચ જેવા દેખાય છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પણ ટ્વિટર ૫૨ અફશીન વિશે માહિતી શેર કરી છે. તેની ઉંમર 20 વર્ષની છે પરંતુ ઊંચાઈ માત્ર 2 ફૂટ 1.68 ઈંચ એટલે કે 65.24 સેમી છે. ગિનીસ બુકે તેને સૌથી ઠીંગણા માણસનું બિરુદ આપ્યું છે. અફશીને કોલંબિયાના રહેવાસી 36 વર્ષીય એડવર્ડ નીનો હર્નાન્ડિઝનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.




to the free, weekly Gujarat Samachar email newsletter