દુબઇઃ મહાકાય ઈમારતો અને ખાસ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દુનિયાભરમાં જાણીતા દુબઈ શહેરમાં હવે વધુ એક મહાકાય અને યુનિક પ્રોજેક્ટ હાથ ધરાયો છે. અહીંના રણમાં એક ભવ્ય પિરામિડનું નિર્માણ કરાઇ રહ્યું છે. જિગુરાત પિરામિડ નામનો પ્રોજેક્ટ એક રેસિડેન્સિયલ સ્કીમ છે, જેમાં 10 લાખ લોકો વસવાટ કરશે. આ પિરામિડ દુનિયામાં સરસ્ટેનેબિલિટીના ક્ષેત્રમાં નવા રેકોર્ડ સ્થાપિત કરશે, રિપોર્ટ મુજબ આ પિરામિડ પૂર્ણ રીતે કાર્બન ન્યુટ્રલ રહેશે.
આ પિરામિડને ગીઝા સ્થિત માયા પિરામિડોથી પ્રેરિત થઈને બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. જોકે આ પિરામિડ ગીઝાના પિરામિડથી ખુબ વધુ ઊંચાઇમાં રહેશે. જિગુરાત પિરામિડ આશરે 2.3 ચોરસ કિલોમીટર એરિયામાં રહેશે. પિરામિડની ખાસ બાબત એ રહેશે કે આ પૂર્ણ રીતે કાર્બન ન્યુટ્રલ રહેશે. અહીં બનનાર ઘરની લાઇટિંગ અને અન્ય કામો માટે ઉપયોગ થનાર ઉર્જા રિન્યુએબલ એનર્જી સોર્સથી ઉભી કરાશે. આ માટે સોલાર પેનલ લગાવાશે. પિરામિડની અંદર ટ્રાવેલ કરવા માટે ઇન્ટરનલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઊભી કરાશે. આમ પિરામિડની અંદર પ્રવાસ કરવા માટે કારની જરૂર પડશે નહીં. અહીં એક ફ્લોરથી બીજા ફ્લોર પર જવા માટે પણ ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન સુવિધા રહેશે. આ પિરાપિડ એક રીતે સેલ્ફ સસ્ટેનેબલ વર્ટિકલ સિટીની જેમ રહેશે. જેમાં રેસિડેન્શિયલ સ્પેસ, મોલ્સ, કોમર્શિયલ સ્પેસ, રિક્રિએશન, એજ્યુકેશન અને ગ્રીન પાર્ક વિકસિત કરવામાં આવશે.
પિરામિડમાં ખેતી પણ કરાશે
આ પિરામિડને નદીઓ સાથે જોડવામાં આવશે, જેથી પાણીની તકલીફ ન સર્જાય. આની સાથે જ આ પિરામિડમાં ખેતી માટે પણ જગ્યા હશે. અહીં પરંપરાગત ખેતીના સાથે સાથે હાઈડ્રોપોનિક્સ અને બીજી આધુનિક રીત સાથે પણ ખેતી કરવામાં આવશે.