તાન્ઝાનિયાઃ ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી છટકવાના દાવા વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાએ દુબઈની ૧૯ મિલિયન પાઉન્ડની વૈભવી વિલા પોતાના વતી બિઝનેસ એસોસિએટ્સ દ્વારા ખરીદવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. માર્બલ, સોનું અને મોઝેકના ઉપયોગથી બનેલી અને ગોલ્ફ એસ્ટેટ પર આવેલી આ વિલા વિશાળ બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા ગુપ્તા બ્રધર્સે ૨૦૧૫માં ખરીદી હોવાનું મનાય છે. ભારતમાં જન્મેલા આ ભાઈઓ પર સરકારી કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે ઝુમા પરિવાર સાથેના ગાઢ સંબંધના ઉપયોગનો આક્ષેપ છે.