• અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના અડ્ડા પર ૧૩મીએ ‘મધર ઓફ ઓલ બોમ્બ’ નામનો મહાકાય બોમ્બ ઝીંક્યો હતો. આ હુમલામાં ISના ૯૪ આતંકવાદી માર્યા હોવાના અહેવાલ છે.
• ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ વચ્ચે જૂનમાં બેઠક યોજાઈ શકે છે. અહેવાલ મુજબ બન્ને નેતા અષ્ટાનામાં પ્રસ્તાવિત શાંઘાઈ સહયોગ પરિષદની બેઠકમાં ભાગ લેશે.
• તુર્કીમાં વડા પ્રધાન શાસન હવે સમાપ્ત થશે અને ફ્રાન્સ, અમેરિકાની જેમ પ્રમુખ શાસનપ્રણાલિ લાગુ કરાશે. નવો સંવાધાનિક સુધારો નવેમ્બર ૨૦૧૯થી અમલી બનશે. જ્યારે રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી એક સાથે કરાશે. સંવિધાન પ્રમાણે એર્દોવાન ૨૦૨૯ સુધી રાષ્ટ્રપતિ પદ પર ચાલુ રહી શકશે.
• દક્ષિણ કોરિયાના પ્રમુખ પદેથી બરતરફ દક્ષિણ કોરિયાના પૂર્વ પ્રમુખ પાર્ક જ્યૂન હાઇને લાંચકેસમાં દોષિત ઠેરવાયા છે. તેમના પર લાખો ડોલરનો ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ છે.
• અમેરિકાએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું છે કે, તે આતંકવાદ સામે કૂટનીતિનો ઉપયોગ કરે અને ગુપ્ત વલણ ન અપનાવે કેમ કે પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે નમ્ર વલણથી પોતાના હિતને સાચવીને આતંકવાદને પ્રોત્સાહન આપે છે.
• દક્ષિણ એશિયામાં ચીનની વધતી તાકાતથી ચિંતિત ભારતની અવગણના કરીને નેપાળ અને ચીને આતંકને ડામવાના નામે ૧૭ એપ્રિલથી સંયુક્ત લશ્કરી કવાયતની શરૂઆત કરી છે.
• સીરિયામાં ૧૫ એપ્રિલે રશીદીન નજીક થયેલા આત્મઘાતી કારબોમ્બ વિસ્ફોટમાં ૧૨૬ શિયા પંથી માર્યા ગયા છે. જેમાં ૬૮ બાળકોનો સમાવેશ થાય છે. વીતેલાં વર્ષમાં થયેલો આ સૌથી ઘાતક હુમલો છે.
• નોર્થ કોરિયાએ ૧૬ એપ્રિલે સિમ્પો પાસે બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. જોકે તે નિષ્ફળ ગયું છે. અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રતિબંધને નજરઅંદાજ કરતા આ પરીક્ષણ કર્યું છે.