• એલ્વિસ પ્રેસ્લીના પૌત્ર બેન્જામિનની આત્મહત્યાઃ અમેરિકાના લોકપ્રિય ગાયક અને અભિનેતા એલ્વિસ પ્રેસ્લી જેવો જ લૂક ધરાવતા તેના એક માત્ર પૌત્ર બેન્જામિન કિઓગે (ઉં ૨૭) આત્મહત્યા કરી હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે. બેન્જામિન કિઓગનો લોસ એન્જેલેસ નજીકના કેલાબાસેસમાંથી ૧૩મી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રથમ દૃષ્ટીએ તેણે જાતે જ ગનથી આત્મહત્યા કરી હોવાનું મનાય છે, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. એલ્વિસ અને અભિનેત્રી પ્રિસિલ્લા પ્રેસ્લીની પુત્રી લિસા મેરી પ્રેસ્લીના મેનેજર રોજર વિન્ડિનોવસ્કીએ બેન્જામિનના મૃત્યુના અહેવાલને સમર્થન આપ્યું હતું. બેન્જામિન પોતે પણ સંગીતકાર હતો અને તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.
• યુએસ દ્વારા પાકિસ્તાન એરલાઈન્સની ફ્લાઈટ પર પ્રતિબંધઃ અમેરિકાએ પાકિસ્તાન ઇન્ટરનેશનલના એરલાઈન્સ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાન પરિવહન વિભાગે કહ્યું કે પાકિસ્તાની પાલિટના સર્ટિફિકેશન અંગે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ઉઠાવેલી ચિંતા બાદ આ પગલું ભરાયું છે. પાકિસ્તાને ગયા મહિને કહ્યું હતું કે તેના લગભગ એક તૃતીયાંશ પાઇલટને બોગસ લાઇસન્સ અપાયું છે. એ બાદ કેટલાય દેશોએ પાકિસ્તાની પાઇલટ્સની ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.