ઇવાનસ્ટોન (ઇલિનોઇ)ઃ વૈજ્ઞાનિકો દ્વારા એકદમ નાના અને સૂક્ષ્મદર્શક લેન્સથી જોવા પડે તેવા કરચલા જેવા રોબોટ વિકસવાયા છે. આ રોબોટ ફક્ત 0.02 ઈંચના છે. અત્યાર સુધીના રિમોટ કંટ્રોલ સંચાલિત રોબોટમાં તે સૌથી નાના છે. આ રોબોટ ઘણા નાના હોવા છતાં વળી શકે છે, વળાંક લઈ શકે છે, ચાલી શકે છે, ઝૂકી શકે છે અને કૂદી પણ શકે છે.
આ રોબોટ વિકસાવનાર ઇલિનોઇના ઇવાન્સ્ટોનમાં આવેલી નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના રિસર્ચરો મુજબ આ રોબોટનો ઉપયોગ સ્પેસમાં વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે થઈ શકે છે. આ પ્રોજેક્ટના ટીમ લીડર પ્રો. જોન રોજર્સે જણાવ્યું હતું કે તમે કદાચ આ રોબોટનો ઉપયોગ મશીન રિપેરિંગમાં, નાના સ્ટ્રક્ચરને ગોઠવવામાં કે ઉદ્યોગમાં મશીનમાં, રક્તવાહિની સાફ કરવામાં સહાયક તરીકે, આંતરિક રક્તસ્ત્રાવ અટકાવવા કે કેન્સર ટ્યુમર દૂર કરવા માટે ઉપયોગમાં લેવાનું વિચારી શકો છો.
રોબોટિક્સ સંશોધનનું ક્ષેત્ર બહુ રોમાંચક છે અને માઈક્રો રોબોટ વિક્સાવવા તે ફન ટોપિકની સાથે એકેડેમિક એક્સપ્લોરેશનનો પણ વિષય છે. રોબોટિક ક્રેબમાં જટિલ હાર્ડવેર કે હાઈડ્રોલિક્સ નથી. તેના બદલે તે શરીરના ઈલાસ્ટિક પર દારોમદાર ધરાવે છે. આ પ્રકારનો રોબોટ વિક્સાવવા ટીમે સેપ મેમરી એલોય મટિરિયલ્સનો ઉપયોગ કર્યો હતો. તે જ્યારે હીટ થાય ત્યારે શેપને ટ્રાન્સફોર્મ કરે છે. આ રોબોટનો સ્પેસમાં કે બીજા ગ્રહમાં પણ ઉપયોગ કરવાનું શક્ય છે.