મોસ્કોઃ સમગ્ર વિશ્વ સમુદાય ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઓળઘોળ છે ત્યારે રશિયા તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજી રહ્યું છે. હજી ૪ એપ્રિલે યુએઈ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ એવોર્ડથી મોદીને નવાજવામાં આવ્યા હતા ત્યાં ૧૨ એપ્રિલે રશિયાએ ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ એવોર્ડથી મોદીને સન્માનવાની જાહેરાત કરી છે. દેશમાં હરીફ રાજકીય પક્ષના નેતાઓ ભલે મોદી અને તેમની સરકાર પર ટીકાની ઝડીઓ વરસાવતા હોય પણ વિશ્વનાં અનેક દેશો તેમનાં સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરીને તેમને નવી ઊંચાઈએ લઈ ગયા છે.