નવ ખાલિસ્તાની સંગઠનોનો કેનેડામાં અડ્ડો

Friday 29th September 2023 17:33 EDT
 
 

નવી દિલ્હી: આતંકવાદી જૂથોને ટેકો આપતા ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનોએ કેનેડાને પોતાનો અડ્ડો બનાવ્યો છે. ભારતે આતંકી પ્રવૃત્તિઓમાં સંડોયાવેલા આઠ આતંકીઓ અને ગેંગસ્ટરો સામે દેશનિકાલ માટેની સંખ્યાબંધ વિનંતીઓ કરી છે, પરંતુ કેનેડાએ કોઇ પગલાં લીધા નથી. લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધ મૂસેવાલાની હત્યા સહિતના જઘન્ય ગુનાઓમાં સામેલ લોકો સામે પણ કેનેડાએ કોઈ પગલાં લીધા નથી.
ભારતના અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન (WsO), ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF), શીખ ફોર જસ્ટિસ (SFJ) અને ખાલસા ઈન્ટરનેશનલ (BKI) જેવા ખાલિસ્તાન તરફી સંગઠનો કેનેડાની ધરતી પર મુક્તપણે કામ કરી રહ્યા છે. આ સંગઠનો પાકિસ્તાનના ઇશારે પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યાં છે.ભારતીય સત્તાવાળાઓએ અનેક રાજદ્વારી અને સુરક્ષા વાટાધાટોમાં વોન્ટેડ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના દેશનિકાલનો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ કેનેડિયન સત્તાવાળાઓ આ આતંકવાદી તત્વો અંગે કોઇ પ્રતિબદ્ધતા આપી નથી અને આવા તત્વોનું ખુલ્લું સમર્થન કરે છે. ભારતે સંખ્યાબંધ ડોઝિયર્સ આપ્યા છે અને દેશનિકાલ વિનંતીઓ કરી છે, પરંતુ કેનેડાએ તેના પર કોઇ ધ્યાન આપ્યું નથી. આતંકવાદી જૂથોને ટેકો આપતા ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનોનું કેનેડામાં પગેરું મળ્યું છે. 1990ના દાયકાની શરૂઆતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ ગુરવંત સિંહ, 16 ફોજદારી કેસમાં વોન્ટેડ અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા, પંજાબી ગાયક સિદ્ધ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેનાર સતીન્દરજીત સિંહ બ્રાર ઉર્ફે ગોલ્ડી બ્રાર સહિતના આરોપીને દેશનિકાલ કરવાની ભારતે વિનંતી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter