ઇસ્લામાબાદ-લાહોર: પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ (ઉં ૬૯)ની મની લોન્ડરિંગના આરોપ હેઠળ ૨૮મી સપ્ટેમ્બરે ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન લીગ-નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ શાહબાઝ શરીફ, તેમના બે દીકરા હમઝા અને સલમાન સામે રૂ. ૭૦૦ કરોડના મની લોન્ડરિંગનો આરોપ છે. લાહોર હાઈ કોર્ટમાં તેમની જામીન અરજી ફગાવાઈ હતી, જેના પછી કોર્ટ પરિસરમાંથી તેમની ધરપકડ કરાઈ હતી.