નવેમ્બરથી ઈરાન પર પ્રતિબંધઃ સાઉદી ભારતને વધુ ૪૦ લાખ બેરલ ક્રૂડ આપશે

Thursday 11th October 2018 08:25 EDT
 

સિંગાપોર-નવીદિલ્હીઃ વિશ્વના સૌથી મોટા ઓઇલ નિકાસકર્તા સાઉદી અરેબિયા નવેમ્બરમાં ભારતને વધુ ૪૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ આપશે તેમ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. સાઉદી અરેબિયાની આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે તે નવેમ્બરથી ઓઇલનું ઉત્પાદન વધારશે. ચાર નવેમ્બરથી અમેરિકાએ ઇરાન પર મૂકેલા પ્રતિબંધની શરૂઆત થશે. અમેરિકાએ વિશ્વના તમામ દેશોને ચેતવણી આપી છે કે ૪ નવેમ્બરથી ઇરાન પાસેથી ઓઇલની ખરીદી બંધ કરવી પડશે. જે દેશો ચોથી નવેમ્બર પછી પણ ઇરાન પાસેથી ઓઇલની ખરીદી કરવાનું ચાલુ રાખશે તેમને આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter