લાગોસ: આતંકવાદી સંગઠન બોકો હરામે ચાર આતંકવાદીઓની મુક્તિના બદલામાં ૨૧ ચિબુક યુવતીઓને મુક્ત કરી છે. નાઈજિરિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું કે, બોકો હરામ વચ્ચે સંધિમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને સ્વિસ સરકારે મધ્યસ્થી કરી હતી. દરેક યુવતીઓને અત્યારે નાઈજિરિયાના સ્ટેટ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવી છે.
જોકે ચિબુક યુવતીઓને પરત લાવવા માટે બ્રિંગ બેકઓવર ગર્લ્સ કેમ્પેઇન ચલાવનારી આઇશા યેસુફુએ કહ્યું કે, અત્યાર સુધી યુવતીઓની ઓળખની પુષ્ટિ કરાઈ નથી. એપ્રિલ ૨૦૧૪માં બોકો હરામે નાઈજિરિયાના ચિબુક શહેરમાંથી ૨૦૦ કરતાં વધારે યુવતીઓનું અપહરણ કરીને પોતાના કબજામાં રાખી હતી.