લાગોસ: નાઈજિરિયામાંં ભડકેલી હિંસામાં કુલ ૬૯નાં મોત થયાનું પ્રમુખ મુહમ્મદુ બુહારીએ જણાવ્યું હતું. શાંતિપૂર્ણ રીતે દેખાવ કરતા લોકો પર પ્રદર્શનકારીઓએ બળપ્રયોગ કર્યો એ પછી તાજેતરમાં હિંસા ફાટી હતી. એ હિંસામાં ૫૧ નાગરિકો અને ૧૮ પોલીસ જવાનોના મોત થયાં હતાં. નાઈજિરિયામાં પોલીસની બર્બરતાનો કેટલાય દિવસો સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલતો હતો. નાગરિકો મોટી સંખ્યામાં દેખાવોમાં જોડાતા હતા. પોલીસના નાગરિકો પ્રત્યેના વર્તનનો વિરોધ થઈ રહ્યો હતો. એ દરમિયાન હિંસા ભડકી હતી. નાઈજિરિયાના પ્રમુખ મુહમ્મદુ બુહારીએ ૨૪મી ઓક્ટેબરે કહ્યું કે, પોલીસ અને નાગરિકો વચ્ચે ભડકેલી હિંસામાં ૫૧ નાગરિકોનાં મોત થયાં છે જ્યારે સુરક્ષાદળોના ૧૮ જવાનો પણ મૃત્યુ પામ્યા છે. પ્રદર્શનકારીઓને તેમણે શાંતિ જાળવવાની અપીલ કરી હતી.