તેલ અવીવઃ ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ૨૩મીએ ફરી ગબડી પડી હતી. ઇઝરાયલમાં આગામી વર્ષે ફરી એક ચૂંટણી થશે. અહીં બે વર્ષમાં ચોથી વાર ચૂંટણી યોજાય રહી છે. નેતન્યાહૂના લિકુડ અને સંરક્ષણ પ્રધાન બેની ગેંત્જની બ્લૂ એન્ડ વ્હાઇટ પાર્ટીએ મે મહિનામાં ગઠબંધન સરકાર પર એક મહિનાથી સંકટ હતું. ગઠબંધન નેતા ગેંત્જનો આરોપ હતો કે, નેતન્યાહૂના દેશના ધનનો ઉપયોગ પોતાની વિરુદ્વના ભ્રષ્ટાચારના આરોપમાથી બહાર નીકળવા કરી રહ્યા છે. વધુ એક મુશ્કેલી એ છે કે, કેન્દ્રીય બજેટ પર પસાર થઇ શક્યું નથી. હવે આવતા વર્ષે ૨૩ માર્ચે ફરી ચૂંટણી યોજાઇ શકે છે.