નેધરલેન્ડ્સ વિશ્વનો અગ્રણી ચીઝ પ્રોડ્યુસર અને એક્સપોર્ટર દેશ છે. તેની બેસ્ટ ક્વોલિટી ડેરી પ્રોડક્ટ્સ અને ચીઝ બનાવવાની સદીઓ પુરાણી પરંપરા વિશ્વભરમાં વખણાય છે. ગૌડા, એડમ અને માસડેમ જેવી ચીઝે વૈશ્વિક બજારમાં નેધરલેન્ડ્સને આગવી ઓળખ અપાવી છે. દેશમાં વર્ષે 90 કરોડ કિલોથી વધુ ચીઝનું ઉત્પાદન થાય છે, જેનો બે તૃતીયાંશ ભાગ જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ અને યુએસ જેવા દેશોમાં પહોંચે છે. તસવીરમાં અલ્કમારના વાગુપ્લીન ખાતે ચીઝ માર્કેટ સિઝનની શરૂઆત સાથે ચીઝ વ્હિલ્સ સાથે ચાલતા કેરિયર્સને જોઈ શકાય છે. અલ્કમારમાં છેક 1593થી ચીઝ માર્કેટ ધમધમે છે. નેધરલેન્ડ્સનું આ સૌથી જૂનું અને સૌથી મોટું ચીઝ માર્કેટ છે.