નેધરલેન્ડમાં દસ વર્ષ પછી ફ્લોરલ એક્સ્પો

Monday 30th May 2022 07:18 EDT
 
 

એમ્સ્ટર્ડમ: નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમના અલ્મેરેમાં હાલ ફ્લોરલ એક્સ્પો ચાલી રહ્યો છે. નેધરલેન્ડ્સનો આ સૌથી મોટો હોર્ટિકલ્ચર એક્સ્પો છે, જે દસ વર્ષે એક વાર યોજાય છે. આ એક્સ્પો આગામી 9 ઓક્ટોબર સુધી ચાલશે. તેમાં દુનિયાભરના ૪૦૦થી વધુ લોકોએ ભાગ લીધો છે. આ વર્ષે એક્સ્પોની થીમ ‘ગોઈંગ ગ્રીન સિટીઝ’ છે. આ દરમિયાન ૪૦થી વધુ દેશ શહેરી પર્યાવરણના કાયમી ઉકેલ અંગે માહિતી આપશે. અહીં બેલ્જિયમનું પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં ટેક્નોલોજીની મદદથી પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવા વિશે જણાવાઈ રહ્યું છે. આ એક્સ્પો ખતમ થયા પછી તે સ્થળને હર્યુંભર્યું અને નાનકડા સુંદર શહેર તરીકે પુનનિર્મિત કરાશે. તેમાં ઘરો અને અન્ય રહેણાક સુવિધાઓ પણ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter