કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે પી ઓલી સામે વિપક્ષોએ મોરચો માંડ્યો છે અને તેમનાં રાજીનામાની માગ કરાઈ હોવાના અહેવાલ ૨૮મીએ હતા. જોકે લોકોનું ધ્યાન બીજે દોરવા ઓલીએ ભારત પર ખોટા આક્ષેપો કરીને કહ્યું કે મને સત્તા પરથી હટાવવા ભારતના દૂતાવાસ દ્વારા હોટેલમાં કાવતરું ઘડાયું છે. નેપાળના પૂર્વ વડા પ્રધાન પ્રચંડે આક્ષેપ કર્યો છે કે ઓલી સત્તા ટકાવવા લશ્કરની મદદ લઈ રહ્યા છે અને મને જેલમાં પૂરવાની તૈયારી કરી રહ્યા છે. આમ નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ઓલી સામે બગાવત થઈ રહી છે અને પાર્ટીમાં ભંગાણ પડવાની સ્થિતિ સર્જાઈ છે.