કાઠમંડુ: નેપાળમાં ચૂંટણી પરિણામોમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતાં ગઠબંધનની રણનીતિ તેજ કરાઈ છે. સીપીએન-માઓ સેન્ટરના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ “પ્રચંડ’એ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળી આગામી વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નેપાળી કૉંગ્રેસના પ્રવક્તા પ્રકાશ શરણ મહતે કહ્યું કે પ્રંચડે શરૂઆતના અઢી વર્ષ સરકાર ચલાવવા માટે દેઉબાથી સમર્થન માગ્યું છે. ચૂંટણીથી પહેલા ગઠબંધન બનાવતી વખતે દેઉબા અને પ્રચંડ વચ્ચે વારાફરતી સ૨કા૨નું નેતૃત્વ કરવાની ડીલ પર વાત થઇ રહી છે. મહતે કહ્યું કે સારું રહેશે કે ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરેલી નેપાળી કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરે.