નવી દિલ્હીઃ નેપાળે નવા નક્શામાં ભારતીય ક્ષેત્ર લિમ્પિયાધુરા, કાલાપાની અને પિલુલેખને પોતાનો હિસ્સો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી નેપાળ નવા નકશા અંગેનો સીમાવિવાદ ન ઉકેલે ત્યાં સુધી તેમની સાથે કોઈ નક્કર વાતચીત થશે નહીં. નેપાળ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વિકસે તેવું ઈચ્છે છે, પણ વડા પ્રધાન મોદીએ નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમાર જ્ઞાવલીની ભારત યાત્રા દરમિયાન મળવાનો સમય નહીં આપીને પડોશી દેશને આકરો સંદેશ આપ્યો છે.