નેપાળમાં પાક.ના સેના અધિકારીના અપહરણમાં ભારતનો હાથ નથીઃ પાક.

Friday 09th June 2017 08:48 EDT
 
 

ઈસ્લામાબાદઃ નેપાળમાં પાકિસ્તાનની સેના અધિકારીના અપહરણના કેસમાં પાકિસ્તાન યુ.એન. કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકે તેમ નથી કારણ કે, અધિકારીના અપહરણમાં ભારતનો હાથ હોવાના કોઈ પુરાવા નથી. તેમ પાકિસ્તાનના વિદેશ પ્રધાન અબ્દુલ કાદિર બરીએ પાક. સંસદમાં જણાવ્યું હતું. ભારત ઉપર અધિકારીના અપહરણનો કેસ મૂક્યા પછી પાકિસ્તાન પાછું પડયું હતું અને તેના જ પ્રધાને સરકારને લપડાક મારતા જણાવ્યું હતું કે, નિવૃત્ત જનરલ અબ્દુલ કાદિર બલોચનું અપહરણ ભારતીય સેનાએ કર્યું હતું તે પુરવાર થતું નથી. તેવો કોઈ અંતિમ રિપોર્ટ પણ નથી.

પાક. સેનેટના ચેરમેન રઝા રબાનીએ સવાલ કર્યો હતો કે, ગૃહમંત્રાલય ભારતને નિર્દોષ ઠેરવે છે તેના જવાબમાં બલોચે જણાવ્યું હતું કે, સેનાના અધિકારી ભારતની ગુપ્તચર સંસ્થા રોએ જ ધરપકડ કરી છે, પરંતુ તેના કોઈ પુરાવા નથી.

કુલભૂષણ જાધવના કેસની જેમ પાકિસ્તાને પણ તેના અધિકારીનું અપહરણ થયાનું કાયદેસર પુરવાર કરવું પડે તો જ ઇન્ટરનેશનલ કોર્ટમાં જઈ શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter