નેપાળમાં ફરી ભૂકંપથી ૪૨ લોકોના મોત

Tuesday 12th May 2015 15:35 EDT
 

નવી દિલ્હીઃ નેપાળ અને અફઘાનિસ્તાનમાં મંગળવારે આવેલા બે ભૂકંપની અસર ભારતમાં પણ થઇ હતી. ભૂકંપના આ આંચકાની અસર દિલ્હી-NCR, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત તેમ જ પશ્ચિમ બંગાળમાં થઇ હતી. નેપાળના ચૌતારા વિસ્તારમાં એક ઇમારત પડી ગઈ હોવાના પણ સમાચાર છે, જેમાં હજી પણ અનેક લોકો ફસાયેલા છે. નેપાળમાં આ ભૂકંપને કારણે મૃતકોની સંખ્યા ૪૨ પર પહોંચી છે અને ૧૧૧૭થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ૧૭ લોકોના મોત થયા છે. આ ભૂકંપનું એપિસેન્ટર નેપાળમાં કોડારીમાં નોંધાયું છે અને ભૂકંપની તીવ્રતા ૭.૪ નોંધાઈ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter