નવીદિલ્હી: નેપાળમાં પોખરાથી જોમસોમ જઈ રહેલું મુસાફર વિમાન મનાપતિ હિમાલની લામચે નદીના કિનારે ક્રેશ થઈ ગયું. તારા એરલાઇન્સના આ વિમાનમાં 4 ભારતીય, 3 ક્રૂ સહિત 22 લોકો સવાર હતા. 20 યાત્રીઓનાં શબ મળી ચૂક્યાં છે. આ દુર્ઘટનામાં ભારતીય દંપતીના મિલનનો પણ અંત થઈ ગયો. મહારાષ્ટ્રમાં અશોક ત્રિપાઠી અને થાણે વતની તેમની પત્ની અલગ અલગ રહેતાં હતાં. નેપાળ યાત્રા માટે તેમનું પુર્નમિલન થયું હતું. તે તેમનાં દીકરા-દીકરી સાથે નેપાળ જઈ રહ્યાં હતાં. ભારતીય દૂતાવાસે કહ્યું કે અશોક ત્રિપાઠી(54) ઓડિશામાં એક કંપની ચલાવતા હતા જ્યારે તેમની પત્ની વૈભવી બાંદેકર ત્રિપાઠી (51) મુંબઈમાં એક કંપનીમાં કામ કરતી હતી. બંને અલગ અલગ કામ કરી રહ્યાં હતાં. બંનેના છૂટાછેડા થવાના હતા અને મામલો કોર્ટમાં હતો. વૈભવી સાથે તેનો દીકરો ધનુષ, દીકરી રિતિકા રહેતાં હતાં એટલાં માટે કોર્ટે ચુકાદા સુધી દર વર્ષે સંપૂર્ણ પરિવારને ૧૦ દિવસ સાથે વિતાવવા કહ્યું હતું એટલા માટે ચારેય નેપાળ ગયાં હતાં. અશોક સાથે તેનો પિતરાઈ ભાઈ પણ જવાનો હતો પણ તેણે છેલ્લી ઘડીએ પ્લાન બદલી નાખ્યો. દુર્ઘટના બાદ પરિવારમાં ફક્ત વૈભવીની 80
વર્ષીય માતા બચી ગઈ છે જેમની તબિયત ખરાબ છે.