ફ્રાન્સીસી શાસક નેપોલિયન બોનાપાર્ટની ટોપીથી લઈને તલવાર સુધીની વસ્તુઓનું કરોડોમાં ઓકશન થાય છે. હવે નેપોલિયનની બે પિસ્તોલની હરાજી થવાની છે. તેની અંદાજિત કિંમત 13.35 કરોડ રૂપિયા છે. ઘણાં ઈતિહાસકાર કહે છે કે વર્ષ 1814માં જ્યારે વિદેશી સેનાઓએ નેપોલિયનની સેનાને હરાવ્યા પછી પેરિસ પર કબજો જમાવ્યો હતો અને નેપોલિયનને સત્તા છોડવી પડી હતી. આ પછી નેપોલિયને આ પિસ્તોલથી જ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ નેપોલિયનના દાદાએ પિસ્તોલોમાંથી દારૂગોળો કાઢી નાંખ્યો હતો જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. આ પછી નેપોલિયને તેના એક સાથીને વફાદારીના બદલે આ પિસ્તોલો ભેટમાં આપી હતી. આ પિસ્તોલોની કિંમત ઘણી ઊંચી છે તેનું એક કારણ તેના પર કરાયેલું સોના-ચાંદીનું બારીક નકશીકામ છે.