મુંબઇઃ ભારત નેસ્લેના ટુ-મિનિટ નુડલ્સ મેગી માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. મેગીના લોકપ્રિય ઇન્સ્ટટન્ટ નૂડલ્સે 2023-24ના નાણાકીય વર્ષમાં 6 બિલિયન પેકેટનું વેચાણ કર્યું છે, એમ સ્વિસ બહુરાષ્ટ્રીય કંપનીના સ્થાનિક એકમે જણાવ્યું હતું. નેસ્લે ઇન્ડિયા જાહેરાત કરી ચૂક્યું છે કે ભારત વિશ્વમાં તેના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા બજારોમાં એક છે અને કંપની ત્યાં ડબલ ડિજિટમાં વૃદ્ધિ પામી રહી છે. નેસ્લે ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેણે ભારતમાં તેની લોકપ્રિય ચોકલેટ કિટકેટના 4.2 બિલિયન નંગનું વેચાણ કર્યું છે. આમ તેની ચોકલેટ માટે પણ ભારત બીજા નંબરનું સૌથી મોટું બજાર છે.
ભારતમાં તેના કારોબારમાં નોંધપાત્ર વૃદ્ધિ માટે વિવિધ કારણો જવાબદાર છે. તેની પાછળનું કારણ સારું ઉત્પાદન મિશ્રણ, ભાવના મોરચે વ્યૂહાત્મક અભિગમ અપનાવતા મેગી નૂડલ્સ અને મેગી-મસાલા મેજિકનો સમાવેશ થાય છે.