ઓસ્લોઃ નોર્વેના પરિવહન પ્રધાન કેતિલ સોલવિક ઓલ્સને પત્નીની મેડિકલ કારકિર્દી માટે પોતાનું પદ છોડી દીધું છે. તેમનું આ પગલું જાતિ સમાનતા માટે લેવાયેલો સરાહનીય નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ઓલ્સને એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, પ્રધાન તરીકે કામ કરવું શાનદાર રહ્યું. તેઓ જીવનભર પ્રધાન તરીકે કામ કરી શકતા હતા, પણ હવે એવા ક્રોસ રોડ્સ ઉપર ઊભા છે કે જ્યાં સપનાં પૂરા કરવાનો હવે તેમનાં પત્નીનો વારો છે. વાત એમ છે કે ઓલ્સનના પત્ની ટોન સોલ્વિકે એક વર્ષ માટે અમેરિકામાં બાળકોની હોસ્પિટલમાં નોકરી સ્વીકારી છે.