વોશિંગ્ટનઃ ન્યૂ ઝિલેન્ડના વડા પ્રધાન જેસિંન્ડા આર્ડર્ન અને તેમના લાંબા સમયના પ્રેમી કલાર્ક ગેફોર્ડ હવે ટૂંક સમયમાં લગ્ન કરશે. જેસિન્ડાના પ્રવકતા એ કહ્યું હતું કે નેવી નામની એક બાળકીના માતા-પિતા એવું આ દંપતી ઇસ્ટરની રજાઓમાં લગ્ન માટે સમંત થયું હતું. વડા પ્રધાનના લગ્નની તારીખ જો કે તે જણાવી શક્યા નહોતા અથવા તો કોણે દરખાસ્ત મૂકી હતી તે પણ કહ્યું નહોતું.
આર્ડર્નને ગયા જૂનમાં નેવીને જન્મ આપ્યો હતો. આમ વડા પ્રધાન પદે ચાલુ રહેતાં માતા બનનાર તેઓ વિશ્વના માત્ર બીજા મહિલા બન્યાં હતાં. ત્યાર પછી તેઓ ન્યૂ યોર્કમાં યુએનની એસેમ્બલીમાં પણ તેમની સંતાનને લઇ ગયા હતા.
ટીવીના માછીમારી કાર્યક્રમના એંકર ગેફોર્ડે પહેંલાથી જ ઘરે રહી બાળકીના ઉછેરની જવાબદારી લીધી હતી. ક્રાઇસ્ટચર્ચમાં પંદર માર્ચના રોજ એક મસ્જિદમાં ૫૧ નમાઝીઓની હત્યા કરાયા પછી તરત જ મુસ્લિમ સમુદાય સાથે સંવાદ અને તેમને સલામતીનો એહસાસ કરાવ્યા પછી સમાચારોમાં ચમકી ગયેલા આર્ડર્ન માટે સગાઇ કરવાનો વિચાર ખૂબ જ કષ્ટદાયક રહ્યો હતો.