પતિ-પત્ની ઔર વોહ... ચીની યુવતીએ બિલ-મેલિન્ડાનું ઘર ભંગાવ્યું?

Thursday 13th May 2021 04:55 EDT
 
 

સિએટલઃ માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે અને મેલિન્ડાના છૂટાછેડા માટે આમ તો કોઇ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ બહુર્ચિચત છૂટાછેડા પાછળ એક ૩૬ વર્ષીય ચીની યુવતીનું નામ સામે આવી રહ્યું છે. વહેતી થયેલી અફ્વાઓ મુજબ બિલ અને ચીનની અપરિણીત યુવતી જ્હે શેલી વાન્ગ વચ્ચે અફેર ચાલી રહ્યું છે.
જ્હે ચીનથી અમેરિકા આવી સિએટલ શહેરમાં રહે છે. જ્હે પ્રોફેશનલ ટ્રાન્સલેટર છે અને તે ગેટ્સ ફઉન્ડેશન, યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે પણ કામ કરી ચૂકી છે. ઉટાહમાં આવેલી બ્રિઘમ યંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનાર જ્હે મેન્ડેરિન, ઈંગ્લિશ અને કેંટોનેસ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. તે અમેરિકા અને શાંઘાઇની ફ્લાઇટ્સમાં પણ કામ કરી ચૂકી છે.
જોકે અફ્વા ચગતા જ જ્હેએ જાહેરમાં આવીને ચીનના લોકપ્રિય સોશિયલ મીડિયા વાઇબુ પર નિવેદન મૂકી અફ્વાઓનું ખંડન કર્યું છે. તેણે ચાઇનીઝ ભાષામાં લખ્યું છેઃ મારું માનવું હતું કે આ ધડમાથાં વગરની અફ્વા તેની મેળે શાંત પડી જશે. અફ્વા આટલી આગળ વધશે તેનો મને અંદાજ નહોતો. હું એ બધાનો આભાર માનું છું જેમણે મારી મદદ કરી અને આ ખરાબ સમયમાં મારો સાથ આપ્યો છે.
જ્હે વોન્ગની એક મિત્ર કહે છે કે તે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે અને હંમેશાં પોતાને મોટિવેટ કરતી રહે છે તે સાચી વાત છે. જોકે હું એ વાતનો ક્યારેય વિશ્વાસ ના કરું કે તે બીજા લોકોના લગ્નજીવનમાં દખલ કરવાની કોશિશ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter