પતિ હો તો ઐસા...!

પત્નીને નાસ્તો કરાવવા દુબઇથી છેક અમેરિકા લઇ ગયો

Saturday 20th January 2024 07:27 EST
 
 

નવી દિલ્હીઃ પત્ની પ્રેગનન્ટ હોય અને કંઈક ચોક્કસ વાનગી ખાવાની ઇચ્છા થઈ જાય તો સામાન્ય માનવી બહુ બહુ તો ઘરે કંઈક મંગાવી લે અથવા તો રેસ્ટોરાંમાં લઈ જાય, પણ આ ધનાઢયની વાત અલગ છે. આ મહાશય તો તેમની પ્રેગનન્ટ પત્નીને મનપસંદ નાસ્તો કરાવવા માટે દુબઈથી 13 હજાર કિમી દૂર છેક અમેરિકા લઈ ગયા હતા.

પ્રેગનન્સી દરમિયાન મહિલાને કંઈકને કંઈક ખાવાની ઇચ્છા થતી રહે છે. આ સમયે પરિવારજનો સતત તે પ્રયત્ન કરે છે કે મહિલાને તેની પસંદગીની વાનગી ખવડાવવામાં આવે જેથી તે ખુશ રહે. જોકે દુબઈના એક અમીર વ્યક્તિએ આ મામલે તો જાણે બધી હદ જ વટાવી દીધી હતી. તેની પત્નીને એક વાનગી ખાવાની ઈચ્છા થઈ, આ વાનગી પાછી તેને તે ખાસ રેસ્ટોરાંમાં જ ખાવી હતી. આ રેસ્ટોરાં અમેરિકામાં આવી હતી.
લિન્ડા નામની મહિલાએ તસ્વીરો શેર કરીને જણાવ્યું હતું કે તે પ્રેગનન્ટ છે અને જાપાનીઝ વેગ્યુ અને કેવિયર ખાવાનું મન કરી રહ્યું હતું. અમેરિકાના લાસ વેગાસમાં સૌથી સારા જાપાની વેગ્યુ મળે છે. આવામાં તેના પતિએ તેને આ વેગ્યુ અને કેવિયર ખવડાવવા માટે દુબઈથી 13 હજાર કિમી દૂર લાસ વેગાસની ફ્લાઈટ પકડી. પતિએ લિન્ડાને લાસ વેગાસમાં તેની પસંદગીની જાપાની વેગ્યુ ડિશ જમાડી. તેની કિંમત 250 ડોલર એટલે કે 21 હજાર રૂપિયા હતી.
લિન્ડાએ શેર કરેલી આ વાત કેટલાયે કોમેન્ટ કરીને જણાવ્યું છે કે પતિ હોય તો આવો હોવો જોઈએ. તો બીજા કેટલાકે જણાવ્યું હતું કે અમીરી હોય તો આવી હોવી જોઈએ. લિન્ડા પોતે પણ તેની વૈભવી જીવનશૈલી સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter