પનામા પેપર્સની તાજી યાદીમાં બે હજાર ભારતીયો
નવી દિલ્હીઃ પનામા પેપર્સ મુદ્દે બહાર પડેલી યાદીમાં ૨ હજાર જેટલા ભારતીયો અને કંપનીઓનાં નામ ખૂલ્યાં છે. આ નવી યાદીમાં ૨૨ વિદેશી કંપનીઓ, ૧૦૪૬ અધિકારીઓ કે વ્યક્તિઓ, ૪૨ મધ્યસ્થીઓ અને દેશમાં રહેલા ૮૨૮ સરનામાંઓ સામેલ છે.
યાદીમાં ટોચના શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈથી માંડીને હરિયાણાના સિરસા, બિહારના મુઝફ્ફરપુર, મધ્ય પ્રદેશના મંડસૌર, ભોપાલ તેમજ કેટલાક ઉત્તર પૂર્વના રાજ્યોના શહેરના લોકોનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ દ્વારા ૨.૧૪ લાખ જેવી એવી વિદેશી કંપનીઓનાં નામોનો ડેટાબેઝ લિક થયો છે કે જેમણે નેવાડાથી હોંગકોંગ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ સુધી પોતાનું રોકાણ કર્યું છે.