સિઉલઃ ઉત્તર કોરિયાએ ૧૩મી માર્ચે દાવો કર્યો છે કે તે એક હાઇડ્રોજન બોમ્બ નાખીને ન્યૂ યોર્કને ખતમ કરી શકે છે. ઉત્તર કોરિયાના શાસક કિમ જોન્ગ ઉને યુ એસને ધમકી આપી છે કે, અમારી પાસે રશિયા દ્વારા વિકસાવવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતાં પણ ખતરનાક હાઇડ્રોજન બોમ્બ છે. જો તેને બેલાસ્ટિક મિસાઇલથી મેનહટન પર નાંખીએ તો શહેર રાખના ઢગલામાં ફેરવાઈ જશે. સરકારી વેબસાઇટ ડીપીઆર કે ટુડેએ આ નિવેદન જાહેર કર્યું છે.