સ્વિત્ઝર્લેન્ડના વિલાર્સ-સુર-ઓલોનેમાં સાયપે નામના એક ચિત્રકારે પહાડના ઢોળાવ પર બાળકનું અનોખું ચિત્ર બનાવ્યું છે. ઘાસ પર બનાવાયેલા આ ચિત્રની વિશેષતા છે તેની વિશાળતા. ચારકોલની મદદથી તૈયાર કરવામાં આવેલું આ ચિત્ર 3000 ચોરસ મીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. સાયપેએ કહ્યું હતું કે આ ચિત્ર એકરૂપતાનો અસ્વીકાર કરવાના અને જુદા જુદા દૃષ્ટિકોણને અપનાવવાના પ્રતીક તરીકે બનાવવામાં આવ્યું છે. સાયપે સ્વિસ-ફ્રેન્ચ કલાકાર છે, જેમને ‘બિયોન્ડ વોલ્સ’ પેઇન્ટિંગ સીરિઝ માટે પણ ઓળખવામાં આવે છે. જેમાં બર્લિન, પેરિસ, ઇસ્તંબુલ અને કેપટાઉન સહિત દુનિયાભરનાં જુદાં જુદાં શહેરોમાં જમીન પર એકબીજાનો હાથ પકડેલા ચિત્રો સ્પ્રે પેઇન્ટથી બનાવ્યા છે.