નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના જાણીતા પ્રોફેસર અને લેખક સલ્વાટોર બાબોન્સે આંતરરાષ્ટ્રીય મીડિયાની ખૂબ ટીકા કરી હતી. ઓસ્ટ્રેલિયાના આ પ્રોફેસરે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમી દેશો ભારતીય અને હિન્દુઓ વિરોધી છે અને પશ્ચિમી દેશોમાં હિન્દુઓ સામેની નફરત પણ વધી રહી છે. ભારતમાં શાસન કરનારા બ્રિટિશરો હિન્દુવિરોધી હતા.
તેઓએ સાથે ભારતના બુદ્ધિજીવીઓની પણ ટીકા કરી હતી. તેઓએ દાવો કર્યો હતો કે ભારતના બુદ્ધિજીવીઓ મોદીનો વિરોધ કરે છે તેનાથી પોતાના જ દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બદનામ કરે છે. તેઓએ સાથે એમ પણ કહ્યું હતું કે પુરતી જાણકારીના અભાવના કારણે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છાપ ખરાબ થઈ રહી છે.
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહીમાં માનનારો અને સફળ દેશ છે. ભારતે વૈશ્વિક સ્તરે પણ પોતાને સાબિત કરી દીધું છે. સિડની યુનિ.માં સમાજશાસ્ત્રના પ્રો. ડો. સલ્વાટોર બાબોન્સે ભારતીય લોકશાહી, ફાસીવાદ અને વૈશ્વિક સ્તરે ભારતની છાપને લઈને વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. સાથે જ તેઓએ દાવો કર્યો હતો કે ભારતના હંગર ઈન્ડેક્સ, મીડિયાની આઝાદી વગેરે અંગે જે આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ભારતનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે તેને ખોટી રીતે તૈયાર કરાય છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022ને એક સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તેથી સવાલ એ પણ થાય કે આ સર્વેમાં કોને કોને સામેલ કરવામાં આવ્યા હતા? આવા સર્વેમાં બુદ્ધિજીવી લોકો, વિદેશોમાં અને ભારતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તેવો દાવો પણ તેમણે કર્યો હતો.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતનો બુદ્ધિજીવી વર્ગ ભારતવિરોધી છે, તે મોદીની ટીકા કરવામાં ભારતને જ બદનામ કરી રહ્યો છે.