લાહોરઃ પાકિસ્તાનમાં ઓછામાં ઓછા ૫૦ પાકિસ્તાનીઓએ એક ફતવો જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ટ્રાન્સજેન્ડરના લગ્નો કાયદાકીય રીતે માન્ય છે. જોકે આ મોલવીઓ ઘણાં ઓછા જાણીતા ધાર્મિક સંગઠન તનઝીમ ઇત્તેહાદ-ઇ-ઉમ્મત સાથે સંકળાયેલા છે. ફતવામાં જણાવાયું છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિમાં એક પુરુષના દેખીતા ચિહ્નો હોય છે. તેથી તે એક મહિલા કે એક ટ્રાન્સજેન્ડર કે જેમાં મહિલાના દેખાતા લક્ષણો હોય તેની સાથે લગ્ન કરી શકે છે. તેઓ પરસ્પર એકબીજા સાથે પણ લગ્ન કરી શકે છે.