ઈસ્લામાબાદ: પાકિસ્તાન એરફોર્સના ઈતિહાસમાં પહેલીવાર લઘુમતી હિંદુ સમુદાયનો એક યુવાન સામેલ થયો છે. પાકિસ્તાન એરફોર્સે છઠ્ઠીએ ટ્વિટ કરીને કહ્યું છે કે રાહુલ દેવની એક જનરલ ડ્યૂટી પાયલોટ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાહુલ દેવ સિંધ પ્રાંતના થરપારકર જિલ્લાનો રહેવાસી છે. રાહુલ દેવની એક તસવીર શેર કરીને પાકિસ્તાન એરફોર્સે એક અન્ય ટ્વિટમાં કહ્યું કે કોવિડ-૧૯ના તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એક સારા સમાચાર. થાર ફરીથી ચમક્યું, અભિનંદન રાહુલ દેવ, જે થરપારકરના ખૂબ અંતરિયાળ ગામમાંથી આવે છે, જેને પાકિસ્તાન એરફોર્સમાં જનરલ ડ્યુટી પાયલોટ તરીકે પસંદ કરવામાંઆવ્યો છે. જોકે, રાહુલ દેવની ઉંમર હજુ જાણવા મળી નથી. પરંતુ પાકિસ્તાન એરફોર્સમાં સામેલ થવા માટે લઘુમત વય ૨૦ વર્ષની આસપાસ હોય છે.